માળીયા (મી.) : માળીયા (મી.) ખાતે આંખની મફત સારવાર અને નિદાન માટે મહા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન તા. 8-9-2025ને સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન માળીયા મિયાણા તાલુકા કોર્ટ, જુના રેલવે સ્ટેશન ફાયર સામે, જામનગર હાઇવે, માળીયા (મી) ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાંત આંખના ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા (માળીયા સ્ટેટ પરિવાર) મેડિકલ ટીમ દ્વારા આંખની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જેમાં મોતીયોનું નિદાન થયેલ દર્દીઓને માળીયા (મી.) થી રાજકોટ રણછોડદાસજી આંખની હોસ્પિટલ ખાતે હોસ્પિટલના વાહનમાં લઈ જવામાં આવશે. અને ત્યાં આધુનિક મશીન દ્વારા મોતીયોના ટાંકા વગર ઓપરેશન (તદ્દન મફત) કરવામાં આવશે. ઓપરેશન થયા પછી ટીપાં, જરૂરી દવાઓ અને સર્વશ્રેષ્ઠ સારવાર દરેક દર્દીને બિલકુલ મફતમાં આપવામાં આવશે. તેમજ દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા મફતમાં કરવામાં આવશે. તેમજ દરેક દર્દીને પરત માળીયા (મી.) કેમ્પમાં સ્થળે લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.