મોરબી : પીપળી ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરમાં આવતીકાલે તા. 7-9-2025 ને રવિવારના રોજ ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનમાં ફેરફાર કરવામા આવ્યો છે. જેમાં સવારની આરતી 6:15 કલાકે, સંધ્યા આરતી બપોરે 12:45 કલાકે તથા સવારે 6 થી બપોરે 1 કલાક સુધી દર્શનનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમજ બપોરના 1 કલાકથી મંદિર સંપૂર્ણ બંધ રહેશે.