મોરબી : આગામી તારીખ 11 સપ્ટેમ્બર ને ગુરુવારથી માતાના મઢ જતા પદયાત્રીકો માટે લૂંટાવદર રાજપૂત સમાજ દ્વારા લૂંટાવદર ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લૂંટાવદર રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી પદયાત્રીકો માટે આ પ્રકારે સેવા કેમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 24 કલાક રહેવા, જમવા, નાસ્તો, પાણી તેમજ મેડિકલ સેવા પદયાત્રકોને આપવામાં આવે છે. તો આગામી તારીખ 11 સપ્ટેમ્બર ને ગુરુવારથી પીપળીયા ચાર રસ્તા ખાતે આ સેવા કેમ્પનો પ્રારંભ થશે. તો માતાના મઢ જતા સર્વે પદયાત્રીકો તથા ભાવિક ભક્તોને આ સેવા કેમ્પનો લાભ લેવા લૂંટાવદર રાજપૂત સમાજ દ્વારા નમ્ર અપીલ કરાઈ છે.