મોરબી : મોરબી જિલ્લામાં આજે આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું છે ત્યારે સવારથી સાંજ સુધી ધીમા વરસાદ બાદ સાંજે 6 થી 8 કલાક એટલે કે બે કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ટંકારા તાલુકામાં સાંજે 6 થી 8 સુધીમાં બે કલાકમાં 31 મીમી, માળિયામાં બે કલાકમાં 22 મીમી, મોરબી તાલુકામાં 7 મીમી, વાંકાનેરમાં 7 મીમી અને હળવદ તાલુકામાં 3 મીમી વરસાદ પડ્યો છે. આમ છેલ્લા બે કલાકમાં ટંકારા અને માળિયા પંથકમાં સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે ધરતીપુત્રમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.સાંજે 6 થી 8 કલાક દરમિયાન વરસાદટંકારા 31 mmમાળીયા 22 mmમોરબી 07 mmવાંકાનેર 07 mmહળવદ 03 mmસવારે 6 થી સાંજના 8 સુધીનો વરસાદટંકારા 37 mmમાળીયા 37 mmમોરબી 10 mmવાંકાનેર 08 mmહળવદ 03 mm