ભાદરવા સુદ 15 (પૂનમ )તા.7-9-25 રવિવારના દિવસે ચન્દ્રગ્રહણ, તો આ દિવસે પૂનમનું શ્રાદ્ધ ક્યારે કરવું ?મોરબી : ભારતીય સનાતન સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં જો કોઈ પ્રત્યક્ષ શાસ્ત્ર હોય તો એ છે જ્યોતિષ શાસ્ત્ર જેને ભગવાનની આંખ માનવામાં આવે છે. એટલે કે, પંચાંગમાં જે સમયે ક્ષિતિજ ઉપર સૂર્યોદયનો સમય લખેલો હોય એ જ સમયે સૂર્યોદય થાય. ગ્રહણનો સમય લખેલો હોય એ જ સમયે ગ્રહણ થાય ગ્રહણનો મોક્ષ લખેલો હોય એ જ સમયે ગ્રહણનો મોક્ષ થાય આ શાસ્ત્ર પ્રત્યક્ષ શાસ્ત્ર છે. એટલે જેને આપણે સ્વીકારવું પડે. જો ભારતમાં કે ગુજરાતમાં જો ચંદ્ર ગ્રહણ દેખાતું હોય તો આપણે પાડવું પડે એટલા માટે આ વખતે સા. 2081ને ભાદ્રપદ શુક્લ 15 (ભાદરવી પૂનમ)ના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે. જેથી તેનું સૂતક પણ આપણે પાડવું પડે અને એ ગ્રહણને ગ્રાહ્ય કરવું પડે.ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક ત્રણ પ્રહર પહેલા માનવામાં આવે છે. એટલે કે ચંદ્રગ્રહણ લાગવાનું હોય એ પહેલાં નવ કલાક માટે 9 કલાક પહેલા ગ્રાહ્ય કરવું પડે. ગ્રહણના સુતક દરમિયાન ભોજન બનાવવું કે, ભોજન કરવું ધર્મશાસ્ત્રના વિરુદ્ધ છે જેથી ગ્રહણ નું સૂતક સ્પર્શ થયા પછી ભોજન કરાય નહીં. ગ્રહણમાં સૂતક દરમિયાન કોઇપણ મૂર્તિનો સ્પર્શ ન કરાય કોઈ પણ પ્રકારના નવા કામનો આરંભ ન કરવો જોઈએ. ગર્ભેણી સ્ત્રીઓએ ગ્રહણ કાલ દરમિયાન બહાર નીકળવું નહીં અને સૂતક દરમિયાન પણ શ્રી હરિ ભગવાનના નામનું સ્મરણ કરવું આંખના રોગીઓએ ખાસ કરીને ગ્રહણને સીધી આંખે જોવું નહીં. ગ્રહણ દરમિયાન કશું જ ખાવું પીવું ન જોઈએ સુવાય નહીં મૂર્તિનો સ્પર્શ ન કરાય, પૂજા ન કરાય, જલ્દી સ્નાન કરાવી શકાય પરંતુ ગ્રહણ દરમિયાન મંત્ર જાપ ધ્યાન સ્તોત્રના પાઠ ગંગા તટ ઉપર અથવા આપણા પાણીની ટાંકીમાં દર્ભ (દાભડો) પધરાવીને કરી શકાય. સુતકનો પ્રારંભ થશે 12:44 ત્યારબાદ મંદિરોની અંદર આરતી પણ ન થઈ શકે જ્યાં સુધી ગ્રહણ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૂર્તિઓને ગંગાજળ ગૌમૂત્ર પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ જ આરતી થઈ શકે ભોગ લાગી શકે. ભગવાન પાસે ભોગ રાખીએ એમાં તુલસી અથવા દર્ભ ધરાવીને રાખી શકાય. સૂતક સમાપ્ત રાત્રે 1:26મી (8-9-2025) *રાત્રે ચંદ્રગ્રહણ સ્પર્શ પ્રારંભ થશે 9:58 મી.(21:58) સ્ટાન્ડર્ડ ટાઈમ.*ચંદ્રગ્રહણ ખગ્રાસ 11:01 મી.*ચંદ્રગ્રહણ મધ્ય( પૂર્ણ ગ્રહણ Blood Moon) રાત્રે 11:42 કલાકે*ચંદ્ર ગ્રહણ ખગ્રાસ સમાપ્તિ 12:24 રાત્રે*ચંદ્રગ્રહણ પૂર્ણ 1:26 મી.આ ગ્રહણ પૂર્વભાદ્રપદ નક્ષત્ર તેમજ કુંભ રાશિમાં લાગવા વાળું છે ચંદ્રગ્રહણ અગ્નિ મંડળમાં લાગે છે જેના કારણે આંખના રોગ થવાની સંભાવનાઓ વધે. અગ્નિકાંડની ઘટનાઓ બને દૂધ અને ઘીની અછત વર્તાય ભારતની અર્થવ્યવસ્થાઓ ગડબડાઈ જશે. ચોરીની અને લૂંટફાટની ઘટનાઓ વધે. વરસાદ ઓછો પડે અને ભૂખ મરીનું હાલત સર્જાય. કુંભ રાશિમાં લાગવાવાળું ચંદ્ર ગ્રહણ લાખાણી પશ્ચિમી દેશથી એટલે કે ઈમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ કરતાં વ્યાપાર ઉપર વધારે પડતી અસર જણાશે. રાજાઓ તસ્કર જેવા બનશે જે હાથી,ગોપાલકને પીડવાવાળા થશે.રવિવારે ગ્રહણ લાગવાથી વર્ષ મધ્યમ રહે ધાન્ય સંગ્રહ ઉચીત થશે દેશમાં પરસ્પર ગૃહ યુદ્ધ થવાની સંભાવનાઓ રહે અનાજનો વરતારો ઓછો જણાશે વરસાદ ઓછો થશે ઘી તેલ મોંઘા થશે.*પૂનમનું શ્રાદ્ધ જેને પણ હોય તેમને 12:59 પહેલા શ્રાદ્ધ વિધિ તેમજ ભોજન અવશ્ય કરાવવું*ચંદ્ર ગ્રહણ નો રાશી ઓ ઉપર પ્રભાવ :-મેષ રાશિને લાભ થશે વૃષભ રાશિ માટે સુખ મળશે મિથુન રાશિનું માન નાશ થશે કર્ક રાશિને મૃત્યુ સમાન પીડાઓ આવવા સંભવે સિંહ રાશીના જાતકને સ્ત્રી કષ્ટ આવે કન્યા રાશિના જાતકો માટે સુખની પ્રાપ્તિ થાય તુલા રાશિ માટે ચિંતાનો વિષય કોઈને કોઈ આવશે વૃશ્ચિક રાશિ માટે વ્યથા આવવાની સંભાવના રહે ધન રાશિને લાભ થશે મકર રાશીના કાર્યમાં કોઈપણ પ્રકારની બાધાઓ હાનીઓ આવતી રહેશે.કુંભ રાશિને ઘાત આવવાની સંભાવના રહે. મીન રાશીના જાતક માટે ખર્ચાળ રહેશે.પૂજ્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યા(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)મોરબીના એક માત્ર કાશીના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A. સંસ્કૃત૯૪૨૬૯ ૭૩૮૧૯શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલયક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાનની બાજુમાં