મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમીયાન ગોરખીજડિયાથી વનાળિયા જવાના રસ્તેથી જીજે - 13 - એટી - 1547 નંબરની રીક્ષામાં દેશી દારૂનો જથ્થો હેરફેર કરતા આરોપી કરીમભાઈ મુસાભાઈ જેડા અને આરોપી હનીફાબેન સૈયદુભાઈ જેડા રહે.કુલીનગર, વીસીપરા વાળાને ઝડપી લઈ 70 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 14000 તેમજ 50 હજારની રીક્ષા કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.