મોરબી : 5 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સી. એમ. જે. હાઈસ્કૂલ જેતપરમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લઈ શિક્ષકની ભુમિકા ભજવી હતી. આ દરમ્યાન પરમાર રોહિત ધનજીભાઈ નામના વિદ્યાર્થીએ સી. એમ. જે. હાઈસ્કૂલના તમામ શિક્ષકોના સ્કેચ દોર્યા હતા. જે બદલ આચાર્ય અને તમામ શિક્ષકો દ્વારા રોહિતને ખૂબ અભિનંદન અને શુભેરછાઓ આપવામાં આવી હતી.