માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 4 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12 ના કુલ 56 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. પ્રાર્થના સભામાં આચાર્યની ભૂમિકા નિભાવનાર ધોરણ 10ની વિદ્યાર્થિની જશાપરા ગીતાએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનપ્રસંગો રજૂ કર્યા તથા શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.શિક્ષક દિનમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓએ આચાર્ય, શિક્ષક, પટ્ટાવાળા તથા ક્લાર્કની ભૂમિકાઓ ઉત્સાહપૂર્વક નિભાવી હતી. પ્રત્યેક ધોરણમાં વિદ્યાર્થી-શિક્ષકોએ પાઠ ભણાવ્યા અને તેમની કામગીરીને આધારે ત્રણ-ત્રણ નંબર આપી બિરદાવવામાં આવ્યા હતા.વિદ્યાર્થી-શિક્ષકોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. જ્યારે આજના બનેલા આચાર્યએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દિવસે શાળાના શિક્ષક સુરેશભાઈ ગોધવીયાઓએ જન્મદિવસની ખુશાલીમાં તમામ વિદ્યાર્થીઓને સેન્ડવીચનો નાસ્તો કરાવ્યો હતો. અંતમાં શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયા તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદનસહ શુભકામનાઓ પાઠવી હતી.