આ પ્રોગ્રામમાં મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવાશેમોરબી : ટી. ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા આગામી તારીખ 7-9-2025 ને રવિવારના રોજ રિસર્ચ સેન્ટર ખાતે ઉડાન - અંતરિક્ષની સફર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોબાઈલ પ્લાનેટેરિયમ દ્વારા અંતરિક્ષની સફર કરાવવામાં આવશે.આ પ્લાનેટેરિયમમાં બાળક પોતે અવકાશમાં ફરતો હોય તેવી તેને અનુભૂતિ થશે. આ પ્લાનેટેરિયમમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સોલાર સિસ્ટમ, જંગલ ટૂર વગેરે ની સફર કરાવવામાં આવશે. આ પ્રોગ્રામમાં દરેક લોકો કે જે અવકાશ વિશે જાણવાની રુચિ ધરાવતા હોય તેવા બાળકો, વાલીઓ વગેરે ભાગ લઇ શકશે. આ દરમ્યાન કુલ 2 શોનું આયોજન કરેલ છે જેમાં પહેલો શો સમય 5 થી 5:30 અને બીજો શો 5:30 થી 6 વાગ્યાનો રહેશે. જે લોકો આ પ્રોગ્રામમાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ મો. નં. 79843 78128 પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.