શહેરના તેમજ સિરામિક ઉદ્યોગના પ્રશ્નોને લઈ પોલીસ વિભાગ તરફથી સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જીલ્લા પોલીસ વડામોરબી: મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, હરેશ બોપલિયા, સંદીપ કુંડારિયા, અજય મારવાનીયાએ આજે મોરબીના નવા નિયુક્ત પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાથે સૌજન્ય મુલાકાત યોજી અને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.આ મુલાકાત દરમિયાન મોરબી શહેર અને સિરામિક ઉદ્યોગને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને છેલ્લા સમયગાળામાં ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટા થયેલ પેમેન્ટ તથા ધોકાધડીના કેસો, કેટલીક બિનપ્રમાણભૂત પાર્ટીઓ સાથે થયેલા વેપાર સંબંધિત અંગે વિસ્તૃત સંવાદ યોજાયો હતો. મુકેશ પટેલે તમામ મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સાંભળ્યા અને દરેક વિધિમાં પોલીસ વિભાગ તરફથી પૂરતો ન્યાય અને સહયોગ મળશે તેવો વિશ્વાસ અપાવ્યો. મોરબી સિરામિક ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને હજારો લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આવા ઉદ્યોગને સુરક્ષિત અને વિશ્વસનીય માહોલ મળે તે માટે મોરબી સિરામિક એસોસિએશન સતત પ્રયાસશીલ છે. અંતે, એસોસિએશન તરફથી મુકેશ પટેલને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ ઉદ્યોગ માટે સહયોગી તરીકે કામ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.