માતાપિતાએ રસોઈ બનાવવા બાબતે આપ્યો હતો ઠપકોહળવદ : હળવદ તાલુકાના ધૂળકોટ ગામની સીમમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતની પરિવારની સગીરાને રસોઈ બનાવવા બાબતે માતાપિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ધૂળકોટ ગામની સીમમાં વિનોદભાઈ ધનજીભાઈ કોળીની વાડીમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિતાબેન ઉકારીયાભાઈ રાઠવા ઉ.13 નામની સગીરાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.પ્રાથમિક તપાસમાં સુનિતાબેનને માતાપિતાએ વાડીએ રસોઈ બનાવવા મોકલી હતી પરંતુ સુનિતાબેને રસોઈ ન બનાવી હોય ઠપકો આપતા અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.