મોરબી : માળીયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ ટાટા શોરૂમ સામે આશિષ ક્રેન સર્વિસમાં સેન્ટરમાં રહેતા મૂળ ઝારખંડના વતની ખુશાલ અહમદ ખાન ઉ.30 નામના યુવકને ગઈ તા.3ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોરબી સિવિલમાં બેભાન હાલતમાં સારવારમાં લાવવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.