વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ચૂરમાબ લાડવા ખાવાની રસપ્રદ હરીફાઈ યોજાઇવાંકાનેર : વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ચૂરમાના લાડવા ખાવાની રસપ્રદ હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં 81 વર્ષના દાદાએ ચુરમાના 17 લાડવા ખાઈને સૌને અચંબિત કરી આ સ્પર્ધામાં જીત મેળવી હતી.વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતી તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ માર્કેટ ચોક ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ હતી. તે હરીફાઈમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં 23 લોકોએ ચાલુ વરસાદે આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમે વરડુસર ગામનાં રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા આવેલા હતા. તેમને 17 લાડવા ખાઈને રૂ.11 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામનાં ગોરધનભાઈ સામજીભાઈ સાપરા રહ્યા હતા. તેમને 16.5 લાડવા ખાઈને રૂ.8 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે ખાનપર ગામનાં કરશનભાઈ પોલાભાઈ ડાભી રહ્યા હતા. તેમને 16 લાડવા ખાઈને રૂ.5 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. આ ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત વરસાદી વાતાવરણમાં પણ બહોળી સંખ્યામાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ આ હરીફાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અ આ હરીફાઈમાં પ્રથમ ક્રમે, બીજા ક્રમે અને ત્રીજા ક્રમે આવનાર તેમજ આ હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.81 વર્ષની ઉંમરે પણ અડીખમ રાજાબાપાએ યુવાનોને પણ હંફાવ્યાવરડુસર ગામનાં રાજાબાપા નંદાસણીયા જેઓ 81 વર્ષના છે. તેઓએ ચુરમાના 17 લાડવા ખાઈને આ સ્પર્ધા જીતી લીધી હતી. આ સ્પર્ધામાં અનેક યુવાનો પણ હતા. રાજાબાપાએ લાડવા ખાવામાં તેઓને હંફાવી દીધા હતા. પરિશ્રમ અને સાચા ખોરાકને કારણે રાજાબાપા આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ ધરાવે છે.