મોરબી : મોરબીના ભરતનગરના આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ કાલરીયા દ્વારા તેમના સ્વ. પિતાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભરતભાઇના પિતા વૃક્ષ પ્રેમી હતા. તેથી તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે PHC ભરતભાઈ કાલરીયા દ્વારા તેમની નોકરીના ત્રણ વર્ષ બાકી હોય તો તે સમય દરમ્યાન સંસ્થા ખાતે તેમની નોકરીની યાદ કાયમી જળવાઈ રહે અને તેમના સાથી સ્ટાફ મિત્રો કાયમી મીઠા ફળ આરોગી શકે તે માટે સ્વખર્ચે ફળાઉ વૃક્ષો વાવવામાં આવ્યા. જેમાં આંબા, જામફળ, અંજીર, સેતુર, જાંબુડા, રાયણ વગેરે જેવા વૃક્ષો વાવેતર કરાયું. હવે ત્રણ વર્ષ સુધી દેખરેખ રાખી નિવૃત્તિ સુધીમા ઉછેર કરી સંસ્થાને અર્પણ કરવામાં આવે તેવી નેમ સાથે એક અનોખા અભિગમ સાથે સરકારી કર્મચારીને રાહ ચિંધતા કાયમી વૃક્ષપ્રેમી તરીકે પોતાના વતન ચકમપર ખાતે 500 જેટલા વૃક્ષ ઉછેર ભાગીદાર બની અને સ્વ. પિતા અમરશીભાઇ કેશાભાઈ કાલરીયા ની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે 80 પ્રકારના આયુર્વેદ ઝાડ સ્વખર્ચે અમરબાગ અને દિવ્ય બાગની ઔષધિ કોરોના સમયે ગામલોકોને ઉપયોગ કરેલ અને હાલ મોરબી થી દર રવિવારે બાગની મુલાકાત લઈ દેખભાળ કરે છે. અને ઉમા ટાઉનશીપ મોરબી ખાતે દરરોજ સવારે એક કલાક વૃક્ષ ઉછેર જાણવણીમાં શ્રમદાન કરવામાં આવે છે.