વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષક બનીને શાળામાં અભ્યાસકાર્યની કમાન સંભાળીમોરબી : તારીખ 5 સપ્ટેમ્બર એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી. આ દિવસે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને પોતાની રસ-રુચિના વિષયો વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રશ્નોનો સંતોષકારક જવાબો આપ્યા હતા.માળિયાની જાજાસર શાળા 5મી સપ્ટેમ્બર એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જે નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે માળિયાની જાજાસર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય તરીકે ખુશીબેન દિનેશભાઈ તેમજ શિક્ષક તરીકે શાળાના બાળકોએ વર્ગકાર્ય કરાવ્યું હતું. આ રીતે સમગ્ર દિવસ ખુબ જ ઉત્સાહપૂર્વક પસાર થયો. ઉજવણી બાદ શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.માળિયાના ચીખલી ગામની સરકારી માધ્યમિક શાળાદેશભરમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માળિયા (મિયાણા)ના ચીખલી ગામે સરકારી માધ્યમિક શાળામાં આજે 4 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શાળાનું સંચાલન કર્યું હતું. શિક્ષકદિન નિમિત્તે બનેલા શિક્ષકે તેમના સહાધ્યાયીઓને અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીની રસ, રુચિને ધ્યાનમાં રાખીને અધ્યયન કરાવ્યું હતું. શાળાના આચાર્ય જગદીશકુમાર બી.રાઠોડ અને શિક્ષિકા સોનલબેન પી.ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકદિનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શિક્ષકદિનની ઉજવણી બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. જેમાં તેઓએ શિક્ષકની ભૂમિકા કેટલી મહત્વની હોય છે તે સમજાવ્યું હતું.મોરબીની ખેવાળીયા પ્રાથમિક શાળા ખેવાળીયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉત્સાહ પૂર્વંક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે હોંશે હોંશે શિક્ષક બન્યા હતા અને ઉત્સાહ પૂર્વક અભ્યાસ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ ઉજવણીના અંતે વિદ્યાર્થીઓએ તેમના એક દિવસના શિક્ષક બનવાના પ્રતિભાવો આપ્યા હતા. શિક્ષક દિનને સફળ બનાવવામાં શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો.મોરબીની કાલીકાનગર પ્રા.શાળાઆજ રોજ મોરબીની કાલીકાનગર પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શિક્ષક બની શાળામાં બાળકોને પોતાના રસના વિષયો મુજબ શિક્ષણકાર્ય કરી શિક્ષક તરીકેની કામગીરીનો જાત અનુભવ કર્યો હતો. આખા દિવસનું સંચાલન વિદ્યાર્થીઓએ જાતે જ કર્યું હતું અને દિવસના અંતે બાળકોએ પોતાના અનુભવો પણ જણાવ્યા હતા. આ કાર્યક્રમ માટે શાળાના આચાર્ય કેતનભાઈ ધરોડીયા અને સ્ટાફે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મોરબીના જે.એ. પટેલ કન્યા છાત્રાલયમાં શિક્ષક દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈશિક્ષક સમાજને જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વ પૂર્ણ યોગદાન આપે છે. આ વાક્યને મોરબીના જે.એ. પટેલ કન્યા છાત્રાલયના એસોસીએટ પ્રોફેસર મંજુલાબેન એમ. દેસાઈએ સાર્થક કરી બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ચાલે છે જે અંતર્ગત પોષણયુક્ત કીટ આપવામાં આવે છે. જેથી ટી.બી.ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તો તેને રોગમાંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે, આ કાર્ય માટે મંજુલા મેડમનો સંપર્ક જીલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારી કલ્પેશભાઈ પાટડિયા સાથે થયો હતો ત્યાં આ અભિયાન વિષે વિસ્તૃત માહિતી મેળવી પ્રોફેસરે ઉમદા માનવીય અભિગમ દાખવી ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના 5 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત સામાજિક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકોમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા મંજુલાબેન એમ. દેસાઈએ અપીલ કરી. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ જહેમત ઉઠાવી હતી.સી.એમ.જે. હાઈસ્કૂલ જેતપરઆજ રોજ શિક્ષક દિવસ નિમિત્તે કાલે ઈદની જાહેર રજા હોવાથી સી.એમ.જે. હાઈસ્કૂલ જેતપરમાં શિક્ષક દિવસની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જેમાં પરમાર રોહિત ધનજીભાઈ નામના વિદ્યાર્થીએ સી. એમ. જે. હાઈસ્કૂલના તમામ શિક્ષકોના સ્કેચ દોર્યા હતા. આચાર્ય અને તમામ શિક્ષકોએ રોહિતને અભિનંદન અને શુભેરછાઓ પાઠવી હતી.