શિક્ષકો તેમજ ધોરણ 10-12, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ સ્કોલરશીપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારનું બહુમાન કરવા વિશેષ કાર્યક્રમનું આયોજનમોરબી: મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-૨૦૨૫ નું આયોજન ૦૫ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપર, મોરબી-રાજકોટ હાઇવે, તા. ટંકારા ખાતે કરાયું છે. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના બાદ નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરાશે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાબ્દિક સ્વાગત બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સન્માન કરાશે. આ સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોનું પણ સન્માન કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા તરીકે, શ્રી મેઘપર (ઝાલા) પ્રા. શાળા, ટંકારાના પ્રાથમિક શિક્ષક, સોલંકી હેતલબેન કાંતિલાલનું સન્માન કરાશે. તેમજ તાલુકા કક્ષાએ, કુલ સાત શિક્ષકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. જેમાં સાણંદિયા નિરલબેન નારણભાઈ (શ્રી સરતાનપર પ્રા. શાળા, વાંકાનેર), દેત્રોજા સુમિત્રાબેન કાંતિલાલ (શ્રી ગોકુળનગર પ્રા. શાળા, મોરબી), આદ્રોજા પ્રજ્ઞેશકુમાર ગણેશભાઈ (શ્રી પોલીસલાઈન કુ. તા. શાળા, મોરબી), પીઠડીયા પરેશકુમાર પ્રવિણભાઈ (શ્રી મોટાભેલા પ્રા. શાળા, માળીયા), સોલંકી સુભાષભાઈ મેરામણભાઈ (રાસંગપર પ્રા. શાળા, માળીયા), અઘારા કાજલબેન ચંદુલાલ (શ્રી નેકનામ કુ. તા. શાળા, ટંકારા), અને નારિયાણા શાંતિલાલ નાનજીભાઈ (શ્રી જબલપુર પ્રા. શાળા, ટંકારા) ને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫ની HSC સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર બાદી ફિઝા મકબુલભાઇ (વાંકાનેર), દ્વિતીય દોશી કથન હિતેશભાઇ (વાંકાનેર), તૃતીય આદ્રોજા અપેક્ષા અમૃતલાલ (ટંકારા) અને ચોથા ક્રમે ચૌધરી નુરુન્નીશા ઇકબાલભાઇ (વાંકાનેર) નું બહુમાન કરાશે. તો HSC વિજ્ઞાન પ્રવાહ ૨૦૨૫માં, જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે કૈલા રચિતકુમાર શક્તિભાઇ (મોરબી), દ્વિતીય ક્રમે રાઠોડ અભિરાજસિંહ પ્રતાપભાઇ (હળવદ) અને તૃતીય ક્રમે કણઝરીયા દિવ્યાંગકુમાર રાજેશભાઇ (હળવદ) ને સન્માનિત કરાશે. તેમજ SSC ૨૦૨૫ની પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે પટેલ તીર્થકુમાર વિપુલભાઇ (હળવદ), દ્વિતીય ક્રમે પટેલ શાન સુનિલભાઇ (ટંકારા) અને તૃતીય ક્રમે નૈત્રા રુદ્રકુમાર અરવિંદભાઇ (હળવદ) ને સન્માનિત કરાશે. મોરબી જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વિદ્યાર્થીઓમાં માધાપર વાડી કન્યા શાળામાંથી પરમાર વંદના અને પરમાર હેન્સી, ભરતનગર પ્રાથમિક શાળામાંથી પાંચોટીયા દેવ, વજેપરવાડી પ્રાથમિક શાળામાંથી નકુમ આરાધના, ખરેડા તાલુકા શાળામાંથી બરાસરા સારંગ, અમરાપર પ્રાથમિક શાળામાંથી બાદી આલમીન, અને સજનપર પ્રાથમિક શાળામાંથી રાણીપા ગર્વ અને જ્ઞાનસેતુ સ્કોલરશીપની પરીક્ષામાં સારું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ સમ્યક કમલેશભાઈ વાઘેલા (અણિયારી પ્રાયમરી સ્કુલ), દીયા કલ્પેશભાઇ વાજા (થોરાળા પ્રાયમરી સ્કુલ), દર્શ હિતેન્દ્રભાઇ સોનગ્રા (હળવદ પે સેન્ટર સ્કુલ-૦૪), આરવ હિતેશભાઇ બોડા (ક્રિષ્નનગર પ્રાયમરી સ્કુલ), મિશ્વા અરવિંદભાઇ જિવાણી (ખાનપર કુમાર પ્રાયમરી સ્કુલ), વેદ નરેન્દ્રભાઇ પરમાર (હળવદ પે સેન્ટર સ્કુલ-૦૪), આરવી દયાલાલ વડગાસિયા (વાંકડા પ્રાયમરી સ્કુલ), અને હેત ઘનશ્યામભાઇ ચૌહાણ (ટિકર રણ પે સેન્ટર સ્કુલ-૦૧)નું સન્માન કરાશે.