ભૂતપૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પી.પી. જોશીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરીમોરબી: મોરબી સિટી અને તાલુકામાં લાંબા સમયથી ખાલી પડેલી બે મામલતદારની જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે ભૂતપૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પી.પી. જોશીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે, મામલતદારનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે અને તે તાલુકા મેજિસ્ટ્રેટ જેવી સત્તા ધરાવે છે, તેમ છતાં આ બંને જગ્યાઓ ઘણા સમયથી ખાલી છે.રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ જગ્યાઓનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ચાર્જ સંભાળતા અધિકારીઓ નીતિવિષયક નિર્ણયો લઈ શકતા નથી, જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિયમિત મામલતદાર ન હોવાને કારણે પ્રજાના અસંખ્ય કામો અટકી પડ્યા છે, અને મોરબી શહેર તેમજ તાલુકાની જનતાને હાલાકી પડે છે. તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, આ બંને મહત્ત્વની જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે.