મોરબી : જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી- મોરબી દ્વારા મોરબી તાલુકાની પીએમશ્રી તાલુકા શાળા નં. 2 મા સરકારના બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 થી 8 ની 147 દીકરીઓને બાળકોના હિતના રક્ષણના કાયદાઓ, જાતીય સતામણી, દીકરીઓના શિક્ષણ માટેની સરકારની વિવિધ યોજનાઓ વગેરે બાબતોની ઊંડાણપૂર્વક રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી પધારેલા ઉર્વિશાબેન તેમજ રાજદીપભાઈએ વિદ્યાર્થિનીઓને બાળ અધિકાર વિશે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે શાળાના જિજ્ઞાસુ શિક્ષકો જયશ્રીબેન સોલંકી, સ્વાતિબેન ત્રિવેદી અને જૂણાચ નફીસાબેન દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.