મોરબી : મોરબી જિલ્લામાં તારીખ અને તિથિ પ્રમાણે દર મહિને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિયત કરેલી તારીખ કે તિથિના રોજ મોરબી જિલ્લામાં આવેલા વિવિધ મંદિરો ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવશે. આ રામધૂનનો સમય સવારે 5 થી સાંજના 5 વાગ્યાનો રહેશે અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન થશે.જેમાં દર મહિનાની 2 તારીખે દેરાળા સ્થિત જખવાડા હનુમાનજી મંદિરે રામધૂન યોજાશે (મો.નં. 9825881968), દર મહિનાની 6 તારીખ ધુળકોટ સ્થિત વાનરવીર હનુમાનજી મંદિરે રામધૂન યોજાશે (મો.નં. 9428893778), દર મહિનાની 11 તારીખે નાના દહીંસરા સ્થિત ખીમ સાહેબની જગ્યા ખાતે (મો.નં. 9925173248), દર મહિનાની 15 તારીખે બીલીયાના બાલા હનુમાનજી મંદિરે (મો.નં. 6351862191), દર મહિનાની 17 તારીખે જીવાપર (ચ.)ના હનુમાનગઢી મંદિર ખાતે (મો.નં. 9727923515), દર મહિનાની 22 તારીખે માનસર-નારણકા વચ્ચે આવેલા રાયથ્રી હનુમાનજી મંદિરે (મો.નં. 9727923126), દર મહિનાની સુદ-બીજના રોજ ગોર ખીજડીયા સ્થિત ગૌશાળા રામદેવજી મંદિર ખાતે (મો.નં. 6352577862) અને દર મહિનાની સુદ-બીજના રોજ વાવડી-બગથળા રોડ પરના છાપરીવાળા હનુમાનજી મંદિરે (મો.નં. 9979442407) ખાતે રામધૂન યોજાશે. વધુ માહિતી માટે મો.નં. 9825881968, 9909173769, 9825657703 પર સંપર્ક કરવા જણાવાયું છે.