અરજદારોએ ફોર્મ નંબર 1 ભરીને જરૂરી દસ્તાવેજો અને લાયકાતના પુરાવાઓ સાથે કોર્પોરેશનની કચેરીમાં અરજી કરવાની રહેશેમોરબી: મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 હેઠળ પર્સન ઓન રેકોર્ડ (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રેશનનો મુખ્ય હેતુ શહેરી વિકાસ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે.જે વ્યક્તિઓ P.O.R. તરીકે નોંધણી કરાવવા ઇચ્છે છે, તેમણે નિયમો અને જોગવાઈઓ અનુસાર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત છે. આ માટે, અરજદારોએ ફોર્મ નંબર 1 ભરીને જરૂરી દસ્તાવેજો અને લાયકાતના પુરાવાઓ સાથે કોર્પોરેશનની કચેરીમાં અરજી કરવાની રહેશે. અરજી સાથે લાગુ પડતી ફી પણ ચૂકવવાની રહેશે.આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા, શહેરના બાંધકામ અને વિકાસના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. વધુ માહિતી, અરજી ફોર્મ અને ફીની વિગતો માટે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.