પકડાયેલો આરોપી જામનગર સહિતના પોલીસ મથકોમાં ફરાર : એક શખ્સ નાસી છૂટ્યોમોરબી : માળિયા મિયાણા પોલીસે સુરજબારી ચેક પોસ્ટ પાસેથી સ્કોર્પિયોમાં રૂ.5.50 લાખના વિદેશી દારૂ સાથે જામનગર પંથકના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસને બાતમી મળેલ કે, કચ્છ તરફથી મહિન્દ્રા કંપનીની સ્કોર્પીઓ રજી નં- GJ-03-ML-4507માં ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાની છે. જેના આધારે સુરજબારી ચેક પોસ્ટ પાસે કચ્છ- મોરબી હાઇવે રોડ ઉપર વોચ ગોઠવતા આ કાર મળી આવી હતી. તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૨૦ કિ.રૂ.૫,૫૦,૮૦૦/-ના મુદામાલ સાથે દિપકભાઇ ઉર્ફે અટપટુ જયનાદાસ જેઠવાણી ઉ.વ. ૩૪ રહે. જામનગરવાળાને પકડી લેવામાં આવ્યો છે. આ આરોપી પ્રાગપર, પધ્ધર અને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ વેળાએ જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઇ ખીજડા નાસી ગયો હતો. પોલીસે કુલ કિ.રૂ. ૧૫,૫૮,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.