ઘનશ્યામપુર ગામે મકાન ઉપર તો ઘનશ્યામગઢ ગામે ટીસી ઉપર વીજળી પડી : કોઈ જાનહાની નહિહળવદ : હળવદ સહિત મોરબી જિલ્લામાં આજે મોડી સાંજે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને એકાએક વરસાદ વરસી પડ્યો હતો. તો તેની સાથે તાલુકાના ઘનશ્યામપુર અને ઘનશ્યામગઢમાં આકાશી વીજળી પડવાનો પણ બનાવ સામે આવ્યો છે. ઘનશ્યામપુર ગામે રહેતા અને ગામના રામજી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા ગૌતમભાઈ સાધુના રહેણાંક મકાન પર વીજળી પડતા ઘરના તમામ ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતા. તો તેની સાથે આજુબાજુમાં રહેતા લોકોના ઘરે પણ પંખા અને લાઈટો બળી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઘનશ્યામગઢ ગામે ગામના પાદરમાં જ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી.જો કે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.