મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર ખોડિયાર ચોક ખાતે મહેન્દ્રપરા કા મહારાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. ત્યારે આજે તારીખ 4 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે મહેન્દ્રપરા કા મહારાજા ગણેશ મહોત્સવ ખાતે ભવ્ય ડાક ડમરુંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાક ડમરુંના કલાકાર મોરબીવાળા રાવળદેવ દેવભાઈ મેવાડા ઉપસ્થિત રહીને ડાક ડમરૂંની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.