ઘુંટું ગામના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી યોજાયો કેમ્પ અત્યાર સુધીના ૪૮ કેમ્પમાં કુલ ૧૩૬૯૫ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાનમોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૫ ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૯૨ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે ચંદુભાઈ કૈલા, રવજીભાઈ કૈલા, પ્રવિણભાઈ કૈલા, જયસુખભાઈ કૈલા, ભગવાનજીભાઈ કૈલા, વિજયાબેન કૈલા, શોભનાબેન કૈલા, ઉર્મિલાબેન કૈલા, નીતાબેન કૈલા, અમીતભાઈ કૈલા, રોહીતભાઈ કૈલા, ભાવેશભાઈ કૈલા, પાર્થભાઈ કૈલા, રોનકભાઈ કૈલા, યોગેશભાઈ કૈલા, રાજુભાઈ કૈલા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૪૭ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ ૧૩૫૦૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૬૧૩૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ ૧૯૨ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૦ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની,મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.