પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાનું આયોજકો દ્વારા સન્માનમોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મહારાજના મંદિરેથી છેલ્લા 50 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રામદેવપીરનો નેજો વરઘોડો રામદેવપીરના મંદિર સોઓરડી વિસ્તારમાં ફરી પોટરી શાળા વેલનાથ ચોકથી શોભાયાત્રા રામદેવપીર મંદિર ખાતે સમાપન થઈ હતી. જેમાં સ્થાનિક વર્ષોથી સેવાનું કાર્ય કરતા મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો સુરેશભાઈ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાનું આયોજક તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સ્થાનિક આગેવાનો ભરતભાઈ જોષી, ગીરીરાજસિંહ ઝાલા, પૂર્વ કાઉન્સિલર લાલુભા ઝાલા, મહેશભાઈ સોલંકી સહીત તમામનું સન્માન કરાયું હતું. રાત્રે ધુન ભજન મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આયોજક છગનભાઈ વશરામભાઇ સોલંકી, મનજીભાઈ ખોડાભાઇ સોલંકી, ગેલાભાઈ વશરામભાઇ સોલંકી અને સોલંકી પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.