મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ધમાલ નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.