ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિત કરી રજૂઆતમોરબી : મોરબીમાં સદભાવના ટ્રસ્ટ તેમજ મોરબી પાંજરાપોળ અને મોરબીના ઉદ્યોગપતિઓના સહયોગથી વન બનવા જઈ રહ્યું છે. ત્યારે આ વનનું નામકરણ મોરબીના રાજવી પરિવાર સાથે અથવા મોરબીની અસ્મિતા સાથે જોડવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.કે.ડી. બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે આ વનને નમો વન નામ આપવા પ્રયાસ કરી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અમારી માંગણી છે કે આ વનની જગ્યા રાજવી પરિવાર દ્વારા આપવામાં આવેલ હોય તેના નામ ઉપર નામકરણ કરવામાં આવે અથવા શ્રીમદ રાજચન્દ્રજીનું નામ આપવામાં આવે અથવા તો મોરબીની અસ્મિતા સાથે જોડવામાં આવે અથવા તો કોઈ મહાપુરુષ કે જેણે આઝાદીની લડાઈ લડી હોય તેવાના નામે આનું નામકરણ કરવામાં આવે જેમ કે “સરદારવન”, “શહીદવન” વગેરે પરંતુ નમો વન તો નહીં જ તેવી અમારી માંગણી છે. જો આ બાબતે માંગને ધ્યાને લેવામાં નહીં આવે તો મોરબીના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે.