570 લીટર દેશી દારૂ તેમજ 3000 લીટર આથો કબ્જે, આરોપી ફરારમોરબી : માળીયા મિયાણા શહેરના વાડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 570 લીટર દેશી દારૂ તેમજ 3000 લીટર આથો મળી કુલ રૂપિયા 1,89,000નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માળીયા મિયાણાના વાડા વિસ્તારમાં આરોપી જાકીર ઉર્ફે જાકો અકબરભાઈ માલાણી રહે.માલાણી શેરી, માળીયા વાળો પાણીના ખાડા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી 570 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1,14,000 તેમજ 3000 લીટર આથો કિંમત રૂપિયા 75000 મળી કુલ રૂપિયા 1,89,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી જાકીર ઉર્ફે જાકો હાજર નહિ મળી આવતા માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.