વાંકાનેર: વાંકાનેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર રઝળતા ઢોરના દરરોજ આંટાફેરા જોવા મળી રહ્યા છે. જેના કારણે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઢોર રેલવે સ્ટેશનની અંદર સુધી ઘૂસી જાય છે અને પ્લેટફોર્મ પર જોવા મળે છે. જેના કારણે મુસાફરોને હાલાકી પડે છે. ત્યારે રેલવે તંત્ર તથા સ્થાનિક તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.