ટ્રક ચાલકે બાઈક નંબરના આધારે બન્ને બાઈક ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમોરબી : માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામના પાટિયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ગત તા.31ની મધ્યરાત્રીએ બે બાઈક ચાલક પુરપાટ ઝડપે બાઈક ચલાવી ટ્રક ટ્રેઇલર પાછળ ઘુસી જતા આ અકસ્માતમાં એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું.જ્યારે બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા ટ્રક ચાલકે બન્ને બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના અંજાર ખાતે રહેતા ટ્રક ચાલક શંકરભાઇ હિરજીભાઈ મહેશ્વરીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.31ની મધ્યરાત્રીએ તેઓ ટ્રક લઈને જતા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તા અને સોનગઢના પાટિયા વચ્ચે જીજે 36 એએન 3184 અને જીજે -36 -ઇ- 8335 નંબરના બાઈક ચાલકોએ પોતાના બાઈક પુરપાટ ઝડપે ચલાવી ટ્રકના ઠાઠાના ભાગે ભટકાઈ જતા એક બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું અને બીજા બાઇકમાં રહેલા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે બન્ને બાઈક ચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.