કાર્યક્રમ મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 10-45 કલાકે યોજાશેમોરબી: મોરબી મહાનગરપાલિકા કક્ષાનો પ્રથમ અને સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટનો 76મો વન મહોત્સવ ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ કાર્યક્રમ મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે સવારે 10-45 કલાકે શરૂ થશે.આ સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ, પરસોત્તમભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની સાથે અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે, જેમાં સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કલેકટર, કમિશનર અને નાયબ વન સંરક્ષક પણ આ સમારોહની શોભા વધારશે.આ કાર્યક્રમમાં જોડાવા અને પર્યાવરણ બચાવવાની આ ઝુંબેશમાં સહભાગી થવા માટે મિત્રો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.