લાયન્સનગર, અમરેલી, ગુજરાત મેરીટાઈમ રોડ, મદીનાપરા, વીસીપરા, મહેન્દ્રપરા, કન્યા છાત્રાલયથી શનાળા રોડ, કન્યા છાત્રાલયથી ધુતારી ડ્રેઈન ત્યાંથી નવલખી હાઈવે, આલાપ પાર્ક, કમલપાર્ક અને વૃષભનગરમાં સ્ટ્રોમ વોટર લાઈન નખાશેમોરબી: મોરબીમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાતા મોરબીના નાગરિકોને હવે કાયમી છુટકારો મળશે. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM) દ્વારા રૂ. ૭૬ કરોડના મહત્વાકાંક્ષી સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેવી મહાપાલિકાએ જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટ હેઠળ, મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે લાયન્સ નગર, વિશીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર નેટવર્ક નાખવામાં આવશે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન થતા જળબંબાકારથી લોકોને મુક્તિ મળશે, જેનાથી અવરજવર અને રોજિંદા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે.મોરબી મહાપાલિકા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સર્વે કરાવવામાં આવ્યો હતો અને તા. ૨૩-૦૪-૨૦૨૫ ના રોજ સરકારને રૂ. ૭૬ કરોડની દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે બાદ તા. ૨૨-૦૮-૨૦૨૫ ના રોજ GUDM દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ યોજનામાં લાયન્સનગર મેઈન રોડ, અમરેલી વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ મેઈન રોડ અને મદીના પરા, વિશીપરા, મહેન્દ્રપરા, કન્યા છાત્રાલયથી શનાળા રોડ, કન્યા છાત્રાલયથી ધુતારી ડ્રેઈન, નવલખી હાઈવેથી ધુતારી ડ્રેઈન, આલાપ પાર્ક સોસાયટી, કમલપાર્ક સોસાયટી અને વૃષભનગરમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી આગામી સમયમાં મોરબીના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.