મોરબી : મોરબીના અંબિકા રોડ પર ખોડીયાર મંડપ સર્વિસ પાસે આવેલ જુની ગૌશાળા ખાતે ગૌ સેવાના લાભાર્થે આજે તારીખ 2 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ રાત્રે પાવડીયારી મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરાપર (ના.)નું પાવડીયારી મેલડી મંડળ દ્વારા મંડળ ભજવવામાં આવશે. તો આ મેલડી મંડળ નિહાળવા સેવક રમેશભાઈ કોરડી, પુનાભાઈ રબારી અને વિજયસિંહ જાડેજા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.