ક્યાંક જંગલની થીમ તો ક્યાંક શિવાજી મહારાજની થીમ સાથે વિઘ્ન હર્તાનું સ્થાપન : વિદ્યાર્થીઓ દ્વારા કોલેજમાં ગણપતિ બાપાનું સ્થાપન, ધોતી-કુર્તામાં સજ્જ થઈ કરાતી મહાઆરતીમોરબી : સિરામિક નગરી મોરબીમાં ગણેશોત્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે, શહેર-જિલ્લામાં ઘેર-ઘેર વિઘ્નહર્તાનું સ્થાપન થયું છે સાથે જ અનેક સ્થળોએ મોટા આયોજન પણ થયા છે. જેમાં આ વર્ષે મોરબીમાં શનાળા ખાતે ગો ગ્રીનના સંદેશ સાથે જંગલ, પશુપક્ષી, જીવ જંતુ અને ખાસ કરીને કોરોના મહામારી બાદ ઓક્સિજનની કમીને લઈ જંગલની થીમ ઉપર ગણેશ ઉત્સવ યોજાયો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના સંદેશ સાથે દુંદાળા દેવની ભક્તિ કરવામાં આવી રહી છે.મોરબી શહેરમાં આ વર્ષે એસપી રોડ નજીક જર્મન ડોમ સાથે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ, લખધીરવાસ ચોક મયુરનગરી કા રાજા, સ્વસ્તિક ગ્રુપ દ્વારા પારેખ શેરીમાં પારેખ શેરી કા રાજા, અનુપમ સોસાયટી ખાતે અનુપમ કા રાજા, મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ યોજવામાં આવ્યો છે. સાથે જ શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ કા રાજા, સામાકાંઠે ઉમા ટાઉનશિપ કા રાજા તેમજ નાની વાવડી ખાતે દ્વારકાધીશ ગ્રુપ દ્વારા સનાતન કા રાજા ગણેશોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.જેમાં દરરોજ મહા આરતી, મહાપ્રસાદ, રાસ ગરબા, સહિતના વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે.શનાળામાં ગણેશોત્સવ જંગલનો માહોલ ઉભો કરાયો (001)મોરબીના શનાળા કહતે છેલ્લા 17 વર્ષથી ગણેશોત્સવનું આયોજન થાય છે જેમાં આ વર્ષે પૃથ્વી બચાવવાના સંદેશ સાથે જંગલનો માહોલ ઉભો કરી ગણેશજીને બિરાજિત કરવામાં આવ્યા છે. અહીં વૃક્ષનું મહત્વ, પશુપક્ષી અને જીવજંતુનું મહત્વ આપી જંગલ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.કાયાજી પ્લોટમાં ગણેશોત્સવમાં બાળકોને જાદુના ખેલની મજા (002)મોરબીના કાયાજી પ્લોટ ખાતે સ્થાનિક રહેવાસી અને મિત્રમંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવાં આવે છે જેમાં વર્ષે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ ગરબા ઉપરાંત બાળકો માટે જાદુના શો નું પણ આયોજન કરાયું હોય અહીં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે.ફ્લોરા ઇલેવનમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે ગણેશ મહોત્સવ (003)મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરા ઇલેવન ખાતે ગણેશોત્સવનું આયોજન કરાવમાં આવ્યું છે જેમાં દરરોજ રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આયોજકના જણાવ્યા મુજબ ગણેશોત્સવમાંથી થતી તમામ આવક ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.મયુર નગરી કા રાજા ગણેશોત્સવમાં વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતી (004)મોરબીના લગધીરવાસ વિસ્તારમાં મયુર નગરીકા રાજા ગણેશોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં શિવાજી મહારાજની થીમ આધારિત ગણેશજીને બિરાજિત કરી વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતી, 1100 દીવડાની મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આનંદના ગરબાનું પણ આયોજન કરવાં આવ્યું છે.ગૌશાળાના લાભાર્થે હાઉસિંગ બોર્ડ કા રાજાનું આયોજન (005)મોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ગૌશાળાના લાભાર્થે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અહીં દસ દિવસના આયોજન દરમિયાન કોમેડિયન વીજુડી, કમો સહિતના કલાકારોને બોલાવવામા આવ્યા હતા સાથે જ દરરોજ અહીં સંસ્કૃતિ કાર્યક્રમ સાથે રાસગરબા અને રાસલીલાના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે.પી.જી.પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપના (006)મોરબીની પી.જી.પટેલ કોલેજમાં છેલ્લા ઘણા વર્ષોથી કોલેજના છાત્રો દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ સવાર સાંજ આરતી સાથે વિવિધ કાર્યક્રમ યોજી ઉત્સવના અંતિમ દિવસે કોલેજના તમામ વિદ્યાર્થીઓ ધોતી-કુર્તામાં સજ્જ થઇ મહાઆરતી સહિતના આયોજન કરી રહ્યા હોવાનું કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું.શહેર-જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ સ્પર્ધામાં 10 એન્ટ્રીઓ આવીરાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં અને મહાનગર પાલિકા વિસ્તારમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પ્રતિયોગિતા યોજવાનું જાહેર કર્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ 10 એન્ટ્રીઓ આવી છે જેમાં વાંકાનેરમાં આરએસએસ ગ્રાઉન ખાતે આયોજિત ગણેશોત્સવ, મોરબીમાં ક્રાંતિજયોત ખાતે આયોજિત ગણેશોત્સવ, રામેશ્વર ફાર્મ ખાતે આવેલ પટેલ ગ્રુપ આયોજિત ગણેશોત્સવ, મોરબી ભાંડીયાની વાડી ખાતે આયોજિત ગણેશોત્સવ, લગધીરવાસ ચોકમાં આયોજિત મયુર નગરી કા રાજા ગણેશોત્સવ, હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ગણેશોત્સવ, મોરબી રોટરી નગર ખાતે આયોજિત ગણેશોત્સવ, સો ઓરડી ખાતે આયોજિત ગણેશોત્સવ, એલઈ કોલેજ ખાતે ફ્લોરા પામ ખાતે આયોજિત ગણેશોત્સવ અને ટંકારાના લજાઈ ખાતે ઝાપાવાળા હનુમાનજી મંદિર ખાતે આયોજિત ગણેશોત્સવની દસ એન્ટ્રી આવી હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું.આઠ સભ્યોની કમિટી એકથી ત્રણ નંબર આપશેમોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી આઠ સભ્યોની કમિટી શ્રેષ્ઠ શ્રી ગણેશ પ્રતિયોગિતામાં આવેલ એન્ટ્રીઓની ચકાસણી કરી કુલ અલગ -અલગ 15 મુદા મુજબના માપદંડમાં ખરા ઉતરતા ગણેશોત્સવના આયોજનને કુલ 150 ગુણમાંથી ગુણ આપી તમામ સ્પર્ધકોની યાદી સરકારમાં મોકલશે જેમાં ગણેશ પંડાલમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદુર, દેશભક્તિ, સ્વદેશીનો સંદેશ, પંડાલની સ્થળ પસંદગી, પ્લાસ્ટિકનો વપરાશ, ધ્વનિ પ્રદુષણ, પાર્કિંગ વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા, સરકારની મંજૂરી સહિતના માપદંડો ધ્યાનમાં લઈ એકથી ત્રણ ક્રમ આપશે.મોરબીમાં 130 મૂર્તિઓનું વિસર્જન કરાયુંમોરબી મહાનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પ્રદુષણ ન ફેલાઈ તે માટે પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ તૈયાર કરી અલગ - અલગ પાંચ મૂર્તિ કલેક્શન સેન્ટર શરૂ કર્યા છે. જેમાં ગણેશોત્સવ દરમિયાન ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 130 મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.