મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. 2 ને મંગળવારના રાત્રે મિમિક્રી શો યોજાશે. આ ઉત્સવમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 કલાકે મિમિક્રી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનિયર અમિતાભ બચ્ચનજી તેમજ ગોવિંદા, દેવાનંદ, દિલીપકુમાર, રાજેશ ખન્ના તથા નરેશ કનોડિયાની મિમિક્રી રજૂ કરવામાં આવશે. ત્યારે આ મિમિક્રી શોને નિહાળવા દરેક લોકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.