બકરીનું બચ્ચું વાડીમાં જતા કાકાજી સસરા, સાસુ, અને દિયરે માર મારી પતાવી દેવાની ધમકી આપીમોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે બકરીનું બચ્ચું પાડોશમાં રહેતા કાકાજી સસરાની વાડીમાં જતું રહેતા નજીવી બાબતે કાકાજી, કાકીજી અને બે દિયરે મળી પરિણીતા સાથે ઝઘડો કરી લાકડાના ધોકા ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સરોજબેન અનિલભાઈ સરવૈયાએ આરોપી કાકાજી સસરા લાભુભાઈ સરવૈયા, કાકીજી પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા, દિયર નરેશ લાભુભાઈ સરવૈયા અને સુરેશભાઈ લાભુભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29 ઓગસ્ટના રોજ તેમની બકરીનું બચ્ચું બાજુમાં આવેલ તેમના કાકાજી સસરા લાભુભાઈની વાડીમાં જતા તમામ આરોપીઓએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી ગયા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.