મોરબી: ભાદરવા સુદ આઠમ, રવિવાર અને 31 ઓગસ્ટ, મહિનામાં 2025ના રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની મોરબી જિલ્લા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય અતિથિ અને માર્ગદર્શક તરીકે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મિયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગના અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગના મંત્રી અને મોરબી જિલ્લાના વાલી અનિલભાઈ રાવલ, તેમજ સુરેન્દ્રનગર વિભાગના સહમંત્રી કમલભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.મોરબી જિલ્લાની ટોલીમાં માતૃશક્તિ સંયોજિકા તરીકે મિત્તલબેન સચિનભાઈ પટેલ, માતૃશક્તિ સહસંયોજીકા તરીકે જ્યોતિબેન સંદીપભાઈ જીવરાજાણી, સત્સંગ પ્રમુખ તરીકે શીતલબેન વિજયભાઈ પનારા, સત્સંગ સહપ્રમુખ તરીકે પાયલબેન સુનિલભાઈ ભટ્ટ, બાલ સંસ્કાર કેન્દ્રના પ્રમુખ પદે વર્ષાબેન વિપુલભાઈ કાવર, બાલ સંસ્કાર કેન્દ્ર સહપ્રમુખ તરીકે દિપીકાબેન જયભાઈ ગોધાણી અને વર્ષાબેન નીતિનભાઈ દુધાત્રા, સેવા પ્રમુખ તરીકે રસ્મિતાબેન જિતેન્દ્રભાઈ ગોસ્વામી, સેવા સહપ્રમુખ તરીને સ્મિતાબેન કિરીટભાઈ કલોલા, દુર્ગાવાહિની સંયોજીકા તરીકે આરતીબેન નિલેશભાઈ જાકાસણીયા, દુર્ગાવાહિની સહસંયોજીકા તરીકે તેજલબેન યશવંતભાઈ કંઝારિયા, નૈતિક શિક્ષા મૂલ્ય સંયોજક તરીકે અસ્મિતાબેન કૌશિકભાઇ મેરજા, કાર્યાલય પ્રમુખ તરીકે હસુભાઈ રવિશંકરભાઈ પંડ્યા, નિધિ પ્રકોષ્ટ સહસંયોજક તરીકે કાંતિભાઈ ગંગારામભાઈ સોરીયા, સામાજિક સમરસતા સંયોજક તરીકે વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડિયા, પ્રચાર પ્રસાર સંયોજક તરીકે ધ્રુમનભાઈ નિયોગભાઈ રાઠોડ, પ્રચાર પ્રસાર સહસંયોજક તરીકે રવિકાંતભાઈ રાકેશભાઈ તિવારી, ગૌ સેવા અને સંવર્ધન સંયોજક તરીકે કપિલભાઈ રામનારાયણભાઈ દવે, ગૌ સેવા અને સંવર્ધન સહસંયોજક તરીકે નિલેશભાઈ સામતભાઈ ડાંગર, સેવા સંયોજક તરીકે જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ, ધર્મ પ્રસાર સંયોજક તરીકે હાર્દિકભાઈ વિમલભાઈ ભટ્ટ, બજરંગદળ સંયોજક તરીકે કિરણભાઈ રજનીકાંતભાઈ પંડ્યા, બજરંગદળ સહસંયોજક તરીકે રૂપેશભાઈ વ્રજલાલભાઈ રાણપરા, ગૌ રક્ષા પ્રમુખ તરીકે વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા, ગૌ રક્ષા સહપ્રમુખ તરીકે વિજયભાઈ ભગવાનજીભાઈ કુંભારવાડીયા અને રાકેશભાઈ કાંતિભાઈ પટેલ, તેમજ સુરક્ષા પ્રમુખ તરીકે અલ્પેશભાઈ કરશનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને તેમની નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.