મોરબી : નાફેડના E Samridhi પોર્ટલ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીના ફોર્મ ભરવાનું આજે તારીખ 1 સપ્ટેમ્બર થી શરૂ થયું છે ત્યારે આજે પોર્ટલ પર એક પણ અરજી થતી નથી કે પોર્ટલ પર રજિસ્ટ્રેશન થતું નથી ત્યારે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને નાફેડના ચેરમેન જેઠાભાઇ આહીરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, E Samridhi પોર્ટલ પર અરજી થઈ શકતી નથી. ટેકનીકલ ખામીના હેલ્પલાઈન માટે જે ત્રણ મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે તે ત્રણેય મોબાઈલ નંબર પર સંપર્ક થઈ થતો નથી અને ફોન સ્વીચ ઓફ આવે છે. ખેડૂતો લાઈનમાં ઊભા રહીને સાંજ સુધી હેરાન થઈ રહ્યા છે. તેથી આ અંગેનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.