મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા. 27-8-2025ના રોજ ગણપતિ મહારાજની ભવ્ય અને દિવ્ય આગમનથી ગણેશ મહોત્સવની રંગે ચંગે શરૂઆત થઈ હતી. ગણેશ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 જેટલા વિદ્યાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ તા.30-8-2025 રાત્રે 9 થી 12 કલાક દરમ્યાન ચિત્રા ધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરાયું હતું.ગણપતિ મહોત્સવ અંતર્ગત ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગણપતિ મહારાજને કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા 56 ભોગ અંતર્ગત અનેકવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મહોત્સવના ચોથા દિવસે પણ 108 જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી. આ પ્રસંગે કોલેજના આમંત્રિત મહેમાનો સ્વાધ્યાય પકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા અને નાચ ગાન સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા ઉપરોક્ત પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે રહ્યો તેમજ કોલેજના વિદ્યાથીઓ માટે અવિસ્મરણીય બની રહ્યો.