મોરબી : શ્રી ક્રિષ્ના ગ્રુપ પાનેલી દ્વારા લક્ષ્મીનગર ગામ ખાતે ચાલતું પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં રહેતા તમામ અંધ ભાઈઓ-બહેનોને પોતાના હાથથી તૈયાર કરેલું ભોજન હરખના ભાવથી પીરસવામાં આવ્યું હતું. ક્રિષ્ના ગ્રુપ પાનેલીના સભ્યોએ સૌપ્રથમ વખત આ સંસ્થામાં જઈને નજીકથી સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓને નિહાળી હતી. સંસ્થા જે કાર્ય કરે છે તેને અન્ય લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી અને તેઓ સંસ્થાની મુલાકાત માટે આવતાં રહેશે તેમ જણાવ્યું હતું.