મોરબી જિલ્લાની શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મારી શાળા, મારું તીર્થના લીધા સંકલ્પમોરબી : મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક માધ્યમિક ગ્રાન્ટેડ ખાનગી શાળામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય, હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી પૂર્ણ સમયની રહે, વિદ્યાર્થીઓ ગ્રામજનો શાળાની મિલકતને રાષ્ટ્રીય મિલકત ગણી જાળવણી કરે, શાળા સ્વચ્છ અને સુઘડ હોય શાળા પ્લાસ્ટિકથી મુક્ત હોય, શાળામાં સરસ્વતીજી અને ભારતમાતાનું મંદિર હોય, શાળામાં સમરસતા અને ભાઈચારાની ભાવના હોય, શાળામાં શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓનું જોડાણ હોય, આવા બિંદુઓથી શાળા સુસજ્જ બને એ માટે શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેરથરીયા,પૂર્વ મંત્રી ગુજરાત સરકાર બ્રિજેશભાઈ મેરજા તેમજ જિલ્લાના પ્રથમ નાગરિક એવા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી વગેરેએ જિલ્લાની જુદી જુદી શાળાઓમાં ઉપસ્થિત રહી અમારી શાળા અમારું તીર્થના સંકલ્પ લીધા હતા અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક વાતો કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લાની તમામ શાળાના શિક્ષકો, આચાર્યો સીઆરસી, બીઆરસી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અધિકારી પદાધિકારીઓ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.