આઠ મહિનામાં સિવિલમાં ડોગ બાઈટના 3500 કેસ આવ્યા : શહેરના વીસીપરામાં કરડવાના સૌથી વધુ બનાવ, દરરોજ 2 લોકો બને છે ભોગમોરબી : સુપ્રીમ કોર્ટે શહેરી વિસ્તારમાં શ્વાનને લઈ કરેલા આદેશ બાદ નવી દિલ્હીના મુખ્યમંત્રી ઉપર રાજકોટના શખ્સે કુતરા મુદ્દે હુમલો કરતા રખડતા શ્વાનનો મુદ્દો ગરમાયો છે ત્યારે મોરબી જિલ્લામાં કુતરા કરડવાના બનાવોનું પ્રમાણ ખુબ જ ઉંચુ હોવાનું સામે આવ્યું છે. સીરામીક નગરીમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ડોગ બાઈટના 3500 જેટલા બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે,મોરબીમાં દરરોજ કુતરા કરડી જવાના 20 જેટલા બનાવો બની રહ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં આ આઠ મહિનાના સમયગાળામાં 13 હજાર લોકોને રસી મુકાઈ હોવાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે.મોરબી શહેરમાં મહાનગર પાલિકાના અસ્તિત્વ બાદ રખડતા ઢોરને ડબ્બે પુરવાનું શરૂ કરી પાલતુ જાનવર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. એ જ રીતે મહાનગર પાલિકાએ પાલતુ શ્વાન માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરતા શહેરમાં અત્યાર સુધીમાં 12 ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું મહાનગર પાલિકાના લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર નિમેષ ખાંભલાએ જાહેર કરી આગામી દિવસોમાં મોરબીમાં રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવા મહાનગર પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર નંદીઘર પાસે ડોગ સેન્ટર બનાવી અહીં શ્વાનને રસીકરણ ખસીકરણ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું.જો કે,મોરબી શહેર અને જિલ્લામાં કુતરા કરડવાના બનાવો ખુબ મોટા પ્રમાણમાં બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગત જાન્યુઆરી માસથી ઓગસ્ટ સુધીમાં મોરબીમાં ડોગ બાઈટના 3500 જેટલા કિસ્સા બન્યા હોવાનું અને દરરોજ સરેરાશ કુતરા કરડી જવાના 20 જેટલા બનાવો બની રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને મોરબી શહેરમાં વિસીપરા વિસ્તારમાં કુતરાનો ત્રાસ અનહદ હોવાનું અને અહીં દૈનિક બે બનાવો બનતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. મોરબી શહેરમાં સિવિલ હોસ્પિટલમાં આઠ મહિનામાં 13 હજાર લોકોને રસી મુકવામાં આવી હોવાનું પણ તંત્રએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.ડોગ બાઈટમાં ત્રણ કેટેગરીકુતરા કરડવાના બનાવમાં તબીબી ભાષામાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રથમ સામાન્ય કેટેગરીમાં કુતરાએ નખ માર્યો હોય તે ગણવામાં આવે છે. બીજી કેટેગરીમાં કુતરૂ બચકું ભરી લોહી કાઢી નાખે તે ગણવામાં આવે છે અને ત્રીજી કેટેગરીમાં કૂતરું બચકું ભરીને ચામડી-માસનો લોચો કાઢી નાખ્યો હોય તેવા બનાવ ગણવામાં આવે છે. મોરબીમાં ત્રીજી એટલે કે, ગંભીર કેટેગરીના 350 કેસ બન્યા હોવાનું સામે આવ્યું છે.મોરબીના માનસરમાં યુવકને હડકાયું શિયાળ બટકું ભરી ગયું હતુંસામાન્ય રીતે કુતરા કરડી જવાના બનાવો તો બનતા જ હોય છે પરંતુ મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં શિયાળ હડકાયું થતા ધારાભાઈ કરોતરા ઉ.45 ને કરડી જતા તા.20ના રોજ ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડવા પડયા હતા. શિયાળ કરડવાથી ધારાભાઈને પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સ્થિતિ થઇ હતી. આ હડકાયું શિયાળ ધારાભાઈને હાથ અને મોઢા ઉપર કરડયું હતું મોરબીની યુવતીને થાઈલેન્ડમાં વાંદરાએ બચકું ભર્યું હતુંમોરબીનો એક પરિવાર ફરવા માટે થાઈલેન્ડ ગયા હતા ત્યારે વાંદરાએ આ પરિવારની એક 20 વર્ષીય યુવતીને બચકું ભરી લેતા ચારેક દિવસ પૂર્વે પ્રાથમિક સારવાર થાઈલેન્ડમાં લીધા બાદ મોરબી સિવિલમાં હડકવા વિરોધી રસી મુકવામાં આવી હતી.