મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નેશનલ હાઇવે ઉપર આવેલ સિરામિક સિટીમાં બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ એક કિસ્સામાં સપ્લાયરનું નામ ખોલાવી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે સિરામિક સિટીમાં એફ-1 એપાર્ટમેન્ટ પાસે દરોડો પાડી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આરોપી હરિભાઈ કુમારપાળસિંગ લોધીને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં સિરામિક સિટીમા જી-1 એપાર્ટમેન્ટ પાસેથી આરોપી હિરેન સેતલકુમાર યાદવ, રહે.લાલપર મૂળ રહે.અમદાવાદ વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 7000 સાથે ઝડપી લીધો હતો.આરોપી હિરેનની પૂછતાછમાં દારૂની આ બોટલ આરોપી જગદીશ સવસેટા રહે.મોરબી વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.