મોરબી : ગઈ કાલે રાત્રે સુરજબારી પુલ પાર કરીને કચ્છ જિલ્લાની હદમાં પ્રવેશતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતાર હરીપર રોડ સુધી પહોંચી ગઈ હતી. જોકે સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અકસ્માતની જાણ થતાં જ માળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સુરજબારી પોલીસ ચેકપોસ્ટના G.R.D. સ્ટાફ, સામખિયારી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ તમામ ટીમોના સહયોગથી ટ્રાફિકને સામાન્ય બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થઈ શકે.