મધુરમ ફાઉન્ડેશન, વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજનમોરબી : ભાદરવો અને આસો મહિનો એટલે કે શરદઋતુમાં સૌથી વધુ રોગચાળો જોવા મળતો હોય છે. ત્યારે શરદઋતુમાં રોગથી બચવા શું કરવું, શું ખાવું, શું ધ્યાન રાખવું, તેવી વગેરે બાબતોને લઈને આગામી તારીખ 3 સપ્ટેમ્બર ને બુધવારના રોજ જીવેમ શરદ: શતમ્ એટલે કે 100 વર્ષ સુધી સ્વસ્થ રહેવાનું રહસ્ય માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મધુરમ ફાઉન્ડેશન-મોરબી, શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ-મોરબી તથા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 4 થી 7 કલાક સુધી મોરબી જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં વક્તા તરીકે વૈદ્ય મેહુલભાઈ આચાર્ય ઉપસ્થિત રહીને શરદઋતુમાં આરોગ્યનું રહસ્ય બાબતે ઉપયોગી એવી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે. આ સેમિનાર પૂર્ણ થયે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સેમિનારમાં કોઈપણ વ્યક્તિને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે મો. નં. 9664911182, 8140140014 પર સંપર્ક કરવા જણાવ્યું છે.