પીપળી ગામે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે રામામંડળનું આયોજનમોરબી : મોરબીના પીપળી ગામે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે અલગ અલગ બે સ્થળે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 31 ઓગસ્ટ ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે આયોજક ચેતનભાઈ મનસુખભાઈ કૈલા દ્વારા વાઘપર ગામે રામામંડળનું આયોજન કરાયું છે. જ્યારે મહેન્દ્રનગર સ્થિત હરીગુણની બાજુમાં આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં આગામી તારીખ 2 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે આયોજક ચંદ્રેશભાઈ મગનભાઈ વિડજા દ્વારા રામામંડળનું આયોજન કરાયું છે. પીપળી ગામે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આ બન્ને સ્થળે રામામંડળ રમાડવામાં આવશે. જેમાં જય નકળંગ ધણી રામા મંડળ પીપળી દ્વારા રામદેવજી મહારાજના જન્મથી સમાધી સુધીનું આખ્યાન ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.