6 અને 7 સપ્ટેમ્બર બે દિવસની ઇવેન્ટ : વન ટુ વન નેટવર્કિંગ સેશન, પ્રોડક્ટ શોકેસ સ્ટોલ, ફીચર પ્રેઝન્ટેશન, મોટિવેશન સેશન સહિતના સેશન યોજાશે : BNIના 300થી વધુ સભ્યો ઇવેન્ટમાં થશે સામેલ : હર્ષવર્ધન જૈનના પાવરપેક મોટિવેશન સેશનમાં કોઈ પણ ઉદ્યોગકારો પાસ મેળવી ભાગ લઈ શકશેમોરબી : મોરબીમાં BNI દ્વારા Morbizzz - 2025 ઇવેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસની ઇવેન્ટમાં અનેક જબરદસ્ત સેશનની સાથે ખાસ હર્ષવર્ધન જૈનનું પાવરપેક મોટિવેશન સેશન યોજાશે. હાલ આ ઇવેન્ટને લઈને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઇવેન્ટમાં મોરબી અપડેટ મીડિયા પાર્ટનર તરીકે કાર્યરત છે.BNI દ્વારા નેશનલ કક્ષાની Morbizzz - 2025 ઇવેન્ટનું મોરબીના આંગણે આયોજન કરાયું છે. આ ઇવેન્ટ તા.6 અને 7 સપ્ટેમ્બરના રોજ કંડલા બાયપાસ પાસે ધરમપુર નજીક આવેલ કે.કે.પાર્ટી લોન્સ અને બેંકવેટ હોલમાં યોજાશે. આ ઇવેન્ટ માં 1-2-1 નેટવર્કિંગ સેશન, પ્રોડક્ટ શોકેસ સ્ટોલ, ફીચર પ્રેઝન્ટેશન સહિતના આકર્ષણો હશે. આ ઇવેન્ટમાં BNIના 300થી વધુ સભ્યો સામેલ થવાના છે.ખાસ વાત કે મોરબીમાં પહેલી વાર મોટીવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન આવી રહ્યા છે. તેઓ દેશના લોકપ્રિય બિઝનેસ મોટિવેશનલ સ્પીકર છે. તેઓ યુટ્યુબમાં 7 મિલિયન સબ્સ્ક્રાઇબર ધરાવે છે. ઇન્સ્ટાગ્રામમાં 1.7 મિલિયન ફોલોવર્સ ધરાવે છે. આમ તેઓ સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય છે. તેઓ આ ઇવેન્ટમાં 2 કલાક બિઝનેશ ગ્રોથ મુદ્દે સ્પીચ આપશે. 2 દિવસની ઇવેન્ટમાં તા.6 સપ્ટેમ્બરએ પ્રથમ દિવસ માત્ર BNI મેમ્બર્સ માટે જ છે. બીજા દિવસે તા.7 સપ્ટેમ્બરના રોજ હર્ષવર્ધન જૈન નું સેશન હશે. જેમાં મોરબીના બિઝનેસમેન પણ ઇવેન્ટ પાસ લઈને સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે BNI એટલે કે બિઝનેશ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન વિશ્વનું સૌથી મોટું બિઝનેસ નેટવર્કિંગ જૂથ છે. જેમાં 3,45,000 થી વધુ સભ્યો છે. આ ઓર્ગેનાઇઝેશન 76 દેશોમાં ફેલાયેલું છે. ભારતના 131 શહેરોમાં તેના 68000 સભ્યો છે. મોરબી માં BNI Brahma નામથી ચેપ્ટર કાર્યરત છે. જેમાં સામેલ 35 સભ્યોએ 3 વર્ષમાં રૂ.200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.પાસ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવો(1) Expert Auto (સત્યમ પાન વાળી શેરી , શનાળા રોડ)(2) Bonny Auto (રવાપર રોડ)(3) Bravo Kids (ઇન્સ્પાયર બિઝનેસ હબ , એસપી રોડ)(4) Kabhi B બેકરી, વિકાસ ટાયર સામે, ત્રાજપરથી ગેંડા સર્કલ વચ્ચે (5) Kabhi B બેકરી, KK સ્ટીલ સામે, રામ ચોક,શનાળા રોડવધુ વિગત માટે :આશિષભાઈ જેતપરીયા મો.નં. 9909007172અનમોલભાઈ રૈયાણીમો.નં. 9825623356