મોરબી : મોરબી શહેરના લખધીરવાસ ચોક ખાતે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવનું ભવ્ય તથા દિવ્ય એવું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામધામ દ્વારા ગણપતિજી મહારાજને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો, તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આ તકે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવના આયોજક કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોશી સહિતની ટીમ દ્વારા મોરબી જલારામધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ સહિતનાઓનું અભિવાદન કરી સેવાને બિરદાવી હતી.સંસ્થાના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી ગણપતિજી મહારાજની આરાધના કરાઈ હતી. તે ઉપરાંત મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવના કેયુરભાઈ પંડ્યા સહિતના આયોજકોને અલૌકીક આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.