ગુજ્જુ દયાભાભીની હાસ્યની રમઝટ સાથે રાસ ગરબાનું પણ આયોજનમોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે ભારતીય સેનાના પૂર્વ જવાનો સાથે અનાથાશ્રમના બાળકો દાદાની ભાવભેર આરતી ઉતારશે.મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ભારતીય સેનાના જવાનો સાથે અનાથાશ્રમના બાળકોના હસ્તે દાદા ની આરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્યની રમઝટ સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે . આ ગુજ્જુ દયાભાભીના હાસ્ય શોને નિહાળવા દરેક લોકોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.