મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે આજે સાંજના સમયે ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા. પીપળીયા ચોકડીથી લૂંટાવદર ગામ સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો છે. સ્થળ પર કોઈપણ ટ્રાફિક પોલીસ હાજર નથી તેના કારણે ટ્રાફિક ક્લીયર થઈ શકતો નથી. ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક ક્લીયર કરવામાં આવી રહ્યો છે. જોકે એક તરફ રસ્તો પણ ખરાબ હોય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બપોરના 3 વાગ્યાથી ફુલ ટ્રાફિક છે. વાહન ચાલકો અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા એ દરરોજની સમસ્યા બની ગઈ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.